Priyakant maniyar biography of barack
નવીન શું છે
સવિશેષ પરિચય: પ્રિયકાંત મણિયાર
મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ (૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬) : કવિ. જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ.Lesego makhubela biography channel
પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. અમદાવાદમાં અવસાન.
‘કુમાર’ની બુધસભામાં મકરન્દ-નિરંજન આદિ કવિમિત્રોના સંપર્કે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ કથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે.
મત્તયૌવનોર્મિનો છાક એમનાં લયમધુર ગીતોમાં તરવરે છે, તો ઊર્મિરસિત વિચારરમણા એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. ‘પ્રતીક’નું બળકટ અંગ છે માનવવાદથી અનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. ‘એક ગાય’ આનું ઉત્તમ ઉદાહરણ છે. સોળ રચનાઓ ધરાવતો સંગ્રહ ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દ્રષ્ટિએ સર્વથા નવીન છે. ‘પ્રતીક’ની જેમ ‘અશબ્દ રાત્રિ’માં પણ કવિની ઉત્કટ સંવેદનશક્તિ અને વિલક્ષણ કલ્પનકળાનો ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે.
‘સ્પર્શ’ (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતોની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાનો દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી ભાવલીલા પ્રકટ કરતાં ગીતોમાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. ‘ક્યાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. ‘સમીપ’ (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર આવે છે.
કવિના અમેરિકાપ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘એ લોકો’ ઉત્તમ ગદ્યકાવ્ય છે.
George gershwin history compositionsસામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતો પ્રબળ લાગણીપ્રસ્ફોટ અહીં છે. ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદનો ‘વ્યોમલિપિ’નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તો ‘લીલેરો ઢાળ’ સાદ્યંત લયમધુર ગીતરચનાઓથી સમૃદ્ધ છે.
-નલિન રાવળ
પ્રતીક (૧૯૫૩) : પ્રિયકાન્ત મણિયારની ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીમાં રચાયેલી પાંસઠ જેટલી રચનાઓને સમાવતો પ્રથમ કાવ્યસંગ્રહ.
એમાં બાવીસ જેટલાં ગીતો છે. રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ અને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિષાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહ્નો ને આશ્ચર્યચિહ્નો સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતોના ઊર્મિવિસ્ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. ‘કંચૂકીબંધ છૂટયા ને’ અને ‘ખીલા’ જેવી છાંદસ રચનાઓ તેમ જ ‘કૃષ્ણરાધા’ અને ‘શ્રાવણની સાંજનો તડકો’ જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
સ્પર્શ (૧૯૬૬) : પ્રિયકાન્ત મણિયારનો બ્યાસી રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. એમાં ત્રીસ ગીતો છે. કવિની શરૂ શરૂની રચનાઓમાં સ્વાભાવિકતા અને સાહજિકતાને સ્થાને પ્રમાણમાં આયાસ વધુ છે. કાવ્યપ્રતીકો ક્યારેક કલ્પન-કોટિની કક્ષાએ રહી જાય છે, ક્યારેક શબ્દ-સંયોજનો તરડાયેલાં જોવાય છે, અને વિષયનો સમન્વય ઓછો સધાયો છે; તેમ છતાં કવિના અવાજનું નોખાપણું અળપાયું નથી.
આ કારણે ‘સંયોગ’, ‘ક્યાં?’, ‘સમયનું સોનું’, ‘ફૂલનો પવન લોચન મારે વાયો’ જેવી માતબર રચનાઓ આ સંગ્રહમાં સાંપડી છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.